માતાના મઢનું મંદિર ખૂલતાં જ સેંકડો ભાવિકોએ શીશ નમાવ્યાં

માતાના મઢનું મંદિર ખૂલતાં જ સેંકડો ભાવિકોએ શીશ નમાવ્યાં
માતાના મઢ, (તા. લખપત) તા. 26 : આશ્વિન નવરાત્રિ દરમ્યાન દર્શનાર્થીઓ માટે બંધ રહેલા મંદિરનાં દ્વાર આજે વિધિવત ખૂલતાં જ સેંકડોની સંખ્યામાં માઈભક્તોએ મા આશાપુરાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યાં.આઠમના દિવસે ઘણા યાત્રિકોએ બાલમુંડનવિધિ ચાચરાકુંડે કરી હતી, ત્યારે દર્શન થયા નહોતા અને મંદિર ખૂલવાના પ્રથમ દિવસે કચ્છના અલગ-અલગ વિસ્તારોમાંથી પોતપોતાની  માનતાઓ પૂરી કરી હતી.  આજે અબડાસા પેટાચૂંટણી અર્થે આવેલા ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડેયાર સાથે મા. મઢ દેશદેવી આશાપુરાજીના દરબારમાં શીશ ઝુકાવ્યાં હતાં, તેમની સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણી મઢ આવ્યા હતા. કોરોના સંક્રમણના કારણે મઢ જાગીરનું અન્નક્ષેત્ર બંધ કરાયું હતું, તે 31-10 શરદ પૂનમથી વિધિવત ખોલવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ મા આશાપુરાજીના ભોજન -પ્રસાદનો લાભ લઈ શકશે. પ્રસાદ વ્યવસ્થાની સંપૂર્ણ તૈયારી મઢ જાગીર ટ્રસ્ટ તરફથી કરાઈ ગઈ છે તેવું મઢ જાગીરના મેનેજર મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer