નાગોરની સીમમાંથી કતલખાને લઇ જવાતા 22 ગૌવંશોને બચાવાયા

નાગોરની સીમમાંથી કતલખાને લઇ જવાતા 22 ગૌવંશોને બચાવાયા
ભુજ, તા. 26 : જીવદયાપ્રેમી સંસ્થાઓ દ્વારા નાગોર ગામની સીમમાંથી કતલખાને લઇ જવાતા બાવીસ જેટલા અબોલ જીવોને જાનના જોખમે બચાવી પાંગળાપોળ ખાતે મોકલ્યા હતા. નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ, ગૌરક્ષા કમાન્ડો ફોર્સ અને પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાલુકાના નાગોર ગામની સીમમાંથી જાનના જોખમે બે વાહનોમાં કતલખાને લઇ જવાતા નાના-મોટા કુલ બાવીસ નધણિયાતાં નબળા ગૌવંશને બચાવી મુંદરા તા.ના મોટા ભુજપુર પાંગળાપોળ ખાતે વ્યવસ્થા કરી સુરક્ષિત મોકલી અપાયા હતા. આવી ઘટનાઓ પર રોક લાવવા બાજનજર રાખવા પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક અંગત રસ લઇ પોલીસ પેટ્રોલિંગ મજબૂત કરે તેવી માંગ જીવદયા-પ્રેમીઓ દ્વારા કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવા બનાવોને ખાળવા અને અબોલ જીવોને બચાવવા ઉપરોક્ત સમિતિના સભ્યો સતત જાગૃત રહે તેવું મીડિયા કન્વીનર પંકજ વ્યાસની યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer