મોટી વિરાણી પાસેના ગંગાજીકુંડનાં ગૌમુખને કૃત્રિમ રીતે સજીવન કરાયું

મોટી વિરાણી પાસેના ગંગાજીકુંડનાં ગૌમુખને કૃત્રિમ રીતે સજીવન કરાયું
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 26 : વિરાણી મોટીથી સુખપર માર્ગ વચ્ચે નદી તટ પર આવેલા ગંગાજી કુંડના જીર્ણોદ્ધાર સાથે સુશોભન કરાયું છે  તે સાથે કુદરતી જળપ્રવાહ બંધ થઇ ગયેલા ગૌમુખને કૃત્રિમ જોડાણ આપી વહેતું કરાયા બાદ પૂજન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. અધિક માસ શ્રાવણ માસ વિવિધ તહેવારો તેમજ ઉત્તરક્રિયા, પિતૃતર્પણ વિધિ અને સ્નાન માટેનું પવિત્ર ગંગાજી કુંડનો જીર્ણોદ્ધાર કરી અધિક માસની અમાવાસ્યાના દિવસે સાધુસંત, ભૂદેવો ગામના અગ્રણી ભાવિકોની ઉપસ્થિતિમાં  ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આરંભ કરાયો હતો. બિબ્બર રવિભાણ આશ્રમના મહંત મુકુલદાસજીના હસ્તે પૂજનવિધિ આચાર્ય વિનોદભાઇ જોશીએ કરાવી હતી. ગામના ઠાકોર પરિવારના જયદીપસિંહ જાડેજા, ભૂદેવો કમલેશભાઇ રાવલ, યોગેશભાઇ રાજગોર, કૃષ્ણ જોશી, સરપંચ પ્રતિનિધિ અમૃતભાઇ જેપાર, ગ્રા.વિ. મંડળના પ્રમુખ હાજી નૂરમામદ ખત્રી, સૂર્યકાન્તભાઇ ધનાણી, લોહાણા મહાજનનાં પ્રમુખ ભાવેશ આઇયા, વાલીમંડળના પ્રમુખ પોપટભાઇ રૂડાણી, ઉપસરપંચ જયેશ ગુંસાઇ ગ્રા.પં. સદસ્ય ચંદુલાલ વાઘેલા, પ્રવીણભાઇ પઢારિયા, વેપારી મંડળના પ્રમુખ અનિલભાઇ ભાનુશાલી, મુસ્લિમ અગ્રણી એભલાભાઇ ચાકી, પૂર્વ સરપંચ છગનભાઇ આઇયા, ગ્રા.વિ. મંડળના મંત્રી દીપક આઇયા સહિત અગ્રણી પૂજનમાં જોડાયા હતા.નિર્માણ કાર્યના મુખ્ય સુત્રધાર અમુલગિરિ ગોસ્વામીના વડપણ હેઠળ?અલ્પેશ કારિયા, સુનિલ સેંઘાણી, મહેન્દ્રભાઇ મારૂ, સ્વરૂપસિંહ સોઢા, ભવાનભાઇ ધોળુ, ચિરાગ ગુસાંઇ, નાનુભા (એસ.આર.પી.) કિશોર સોની, નિલેશ સોની, કાંતિલાલ બાથાણી, વિનોદભાઇ સેવક સહિત સનાતન સેવા સંઘના કાર્યકરોએ સેવા આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer