ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયમાં યાત્રી સુવિધાના પ્રકલ્પ ખુલ્લા મુકાયા

ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયમાં યાત્રી સુવિધાના પ્રકલ્પ ખુલ્લા મુકાયા
વિથોણ, તા. 26 : ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય ખાતે અષ્ટમીના દિવસે હોમ-હવન યજ્ઞાદિ કાર્યો સાથે શ્રીફળ હોમ સાથે નવ દિવસની આરાધના પૂર્ણ કરવામાં આવી હતી. ઉમિયા માતાજી પરિસરમાં યાત્રિકોની સુવિધા માટે યાત્રી ભવન અને ભોજન શાળાનું રિનોવેશન કાર્ય કરવામાં આવ્યું ભોજન શાળા સંકુલ નવા આકાર સાથે અલાયદું સુવિધાજનક બનાવવામાં આવ્યું છે. જેને હોમ હવન કરી ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ અવસરે સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, મહામંત્રી બાબુભાઈ ચોપડા, ઈશ્વરભાઈ ભાવાણી, છગનભાઈ રામજિયાણી, ગંગારામભાઈ ચૌહાણ (ખજાનચી), નવીનભાઈ લીંબાણી, રમેશભાઈ પોકાર, રમણ ચોપડા અને ધનજીભાઈ ભાવાણી અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા પરિસરમાં આવેલા યાત્રી ભવનો તેમજ ભોજન શાળા, સંત કુટિરો, અને રાત્રિરોકાણ હેતુ પરિસરમાં આવેલા તમામ રૂમોનું રિનોવેશન કરવામાં આવ્યું છે. ભોજનશાળાને અત્યંત આધુનિક બનાવવામાં આવી છે અને 40 જેટલા રૂમોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. દૈનિક યજ્ઞશાળાને નયનરમ્ય બનાવવામાં આવી છે.  તાજેતરમાં સંસ્થાની કારોબારી સભા મળી હતી જેમાં સંસ્થાના પારદર્શક વહીવટ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉમિયા માતાજી પ્રવેશદ્વારથી પરિસર સુધી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. પાર્કિંગ વ્યવસ્થાની સાથે પેયજળ સુવિધાઓ વિકસાવવામાં આવી છે તેવું બાબુભાઈ ચોપડાએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer