ભાજપના રાજમાં નોકરી મળતી નથી

ભાજપના રાજમાં નોકરી મળતી નથી
નખત્રાણા, તા. 26 : અબડાસા-1 વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત કોંગ્રેસના શિક્ષિત ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીના સમર્થનમાં કોંગ્રેસ અનુસૂચિત જાતિના આગેવાનોએ-નેતાઓ સોમવારે નખત્રાણા તથા લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરી કોંગ્રેસને વિજયી બનાવવા હાકલ કરી હતી. લખપત તથા નખત્રાણા તાલુકાના કોટડા-જ., મથલ, ખોંભડી, ટોડિયા, ખીરસરા (નેત્રા), રવાપર, માતાના મઢ, દયાપર, ઘડુલી, ફુલરા, પાનધ્રોનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો. કચ્છના અ.જા. આગેવાન, રાષ્ટ્રીય અને જાતિ આયોગના માજી સભ્ય ધર્મેન્દ્ર ગોહિલે કહ્યું હતું કે, ભાજપ દ્વારા જિલ્લામાં અનુસૂચિત જાતિને સાંથણીમાં મળેલી જમીન આજે પંદર વર્ષ પછી જૂની શરતમાં ફેરવીને વેચાણ થઇ શકે છે. ઉપરાંત ઓ.બી.સી.માં ભેળવી કોળી-પારાધી-જોગી-સથવારાની જમીન છીનવી જમીનવિહોણા બનાવેલા છે. તો અ.જા. માટે કાયદો-વ્યવસ્થા ખરાબ રીતે ચાલે છે. ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા જે યોજનાઓ અમલ કરી હતી તે તમામ બંધ કરી નાખવામાં આવી છે તેવો આક્ષેપ કર્યો હતો. તો કોંગ્રેસે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અનામત પ્રથા દાખલ કરી છે ત્યારે ભાજપ બંધારણનું અમલ કરવાના બદલે અનામત પ્રથા દૂર કરવાની સાથે નોકરીઓ મળતી નથી. કોંગ્રેસની વિચારધારા અ. જા. સમાજ માટે હિતકારક હોઇ ડો., ખેડૂત, શિક્ષિત ડો. શાંતિલાલ સેઘાંણીને મત આપવા અપીલ કરી હતી. આ પ્રવાસમાં દિનેશભાઇ ગોહિલ-એડવોકેટ, નખત્રાણા-ફાળાના માજી પ્રમુખ ભાણજીભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ ગાભાભાઇ લોંચા, પ્રેમજીભાઇ ભોજાભાઇ વાઘેલા, પી. સી. ચાવડા સાથે રહી મિટિંગો-બેઠકો યોજી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer