અબડાસાનો વિકાસ થાય એ જ સંકલ્પ

અબડાસાનો વિકાસ થાય એ જ સંકલ્પ
નખત્રાણા તા. 26 : અબડાસા વિધાનસભા બેઠકની ચૂંટણી હવે ધીરેધીરે પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં હવે નેતા-મોટા માથા ઊતરી રહ્યા છે તો ઉમેદવારો પણ દિવસ-રાત એક કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્રણેય તાલુકાને સમાવતી અને સૌથી મોટો વિસ્તાર ધરાવતી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા લખપત તાલુકાનો પ્રવાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પક્ષને મત આપી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. લખપત તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શ્રી જાડેજાએ ભાડરા, આશાપર, કોટડા, મઢ, સાંભડા, જુણાગિયા, નવી-જૂની સાંયણ, ચામુંડાનગર, જુલરાઈ, સુભાષપર, મીઢિયારી, ભેખડો, પાનધ્રો, પાનઘર, નવાનગર સહિત ગામોમાં લોકસંપર્ક કરી બેઠકો યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપની સરકારે છેવાડાના આ સરહદી વિસ્તારનો વધુને વધુ વિકાસ થાય તેવો નિર્ણય લીધો છે. સંકલ્પ કર્યો છે. અબડાસાના વિકાસ માટે સાથે તેઓ સરકારમાં ભાગીદારી કરવા ભાજપમાં જોડાયા છે. પ્રવાસ દરમ્યાન કોટડા મઢના લતીફ કારા રાયમા, હાજી મુબારક, વેલા રાયમા, અલી કારા રાયમા વગેરે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. સાથે સાથે પ્રદ્યુમનસિંહને સમર્થન આપ્યું હતું. વેસલજીદાદા તુંવર, જિ.પં. સભ્ય મોડભાઈ જાફર સુમરા, કારાભાઈ રબારી, ભરતભાઈ શાહ, રાજુભાઈ સરદાર, ભાણજી સોઢા, હાસમભાઈ મંધરા, શંકરદાન ગઢવી, છાડનાભાઈ, અલીમામદ જત, મયૂરસિંહ જાડેજા, અમરાજી ચૌહાણ, જયેશદાન ગઢવી, ગિરિરાજસિંહ જાડેજા, પ્રેમદાન ગઢવી વગેરે જોડાયા હતા તેવું પક્ષની યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer