ભાજપ ઉમેદવારને જીતાડવા કરાઈ હાકલ

ભાજપ ઉમેદવારને જીતાડવા કરાઈ હાકલ
નખત્રાણા તા. 26 : અબડાસા, નખત્રાણા તથા લખપત ત્રણેય તાલુકાનો સમાવેશ કરતી અબડાસાની વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચૂંટણીનો પ્રચાર વેગવાન બનાવતાં તાલુકાના નેત્રા પંથકના ટોડિયા, ખોભંડી, લક્ષ્મીપર, બાંડિયા વિસ્તારનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. ખોંભડી નાની ગામે ચૂંટણી પ્રચારની સભાને સંબોધતાં કહ્યંy હતું કે, અબડાસામાં વધુને વધુ વિકાસના કામો થાય, સરકારમાં ભાગીદરી થાય તે માટે રાજીનામું આપ્યું છે. હવે અબડાસાના વિકાસના  મંત્ર સાથે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે વિજયના વિશ્વાસ સાથે ભાજપ તરફી મતદાનની અપીલ સાથે પોતાનો વિજય નિશ્ચિત છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમના ચૂંટણી પ્રવાસમાં વલ્લમજીભાઈ હુંબલ, ત્રિકમભાઈ છાંગા, જયસુખભાઈ પટેલ, દિલીપભાઈ નરસીંગાણી, ખેંગારભાઈ રબારી, ચંદનસિંહ રાઠોડ, લાલજીભાઈ રામાણી,  રાજેશભાઈ પલણ, લધુભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, વસંતભાઈ વાઘેલા સાથે રહી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. બીજી તરફ કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાએ નખત્રાણા તાલુકાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જીતાડવા અપીલ કરી હતી. પાટીદાર સમાજના અગ્રણી તેમજ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી સાથે રહી ગામે ગામના પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી પાટીદાર સમાજે ભાજપનો વિજય નિશ્ચિત છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. શાંતિદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. બિબ્બર-થાન સહિત વિસ્તારોની મુલાકાત બાદ ચંદુલાલ રૈયાણી, શંકરલાલ કેશરાણી ત્યાં ખાટલા બેઠક કરી હતી. રાજુભાઈ સોનપાર સાથે રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer