જીત સાથે પંજાબને `ટોપ-4''માં સ્થાન

શારજાહ, તા. 26 : આઇપીએલ પ્લે ઓફ મુકાબલાના ચિત્ર?માટે નિર્ણાયક એવી આજની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે કોલકાતા નાઇટ?રાઇડર્સને આસાનીથી 8 વિકેટે હાર આપી ટોપ-4માં સ્થાન મેળવ્યું હતું. કોલકાતાએ પહેલાં બેટિંગ કરતાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા જેને પંજાબે ક્રિસ ગેલ અને મનદીપસિંહ (66)ની તોફાની બેટિંગના સહારે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી વિજય પોતાના નામે કર્યો હતો. સ્પર્ધામાં જબરદસ્ત વાપસી કરનાર પંજાબની ટીમને આ મેચમાં કે. એલ. રાહુલ (28) અને મનદીપસિંહે ધીમી પણ મજબૂત શરૂઆત આપી હતી. રાહુલની વિદાય બાદ આવેલા ગેલે ચોમેર ફટકાબાજી કરીને ટીમની જીત નિશ્ચિત બનાવી હતી. વિન્ડિઝ?ખેલાડી 29 દડામાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 51 રન બનાવી વિદાય થયો હતો. મનદીપે 56 દડામાં 8 ચોગ્ગા, બે છગ્ગા વડે અણનમ 66 રન બનાવ્યા હતા. કોલકાતા વતી વરુણ?અને ફર્ગ્યુસને 1-1 વિકેટ મેળવી હતી. આ પહેલાં આઇપીએલની આજની નિર્ણાયક સમાન મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 149 રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી.  કોલકાતા તરફથી યુવા ઓપનર શુભમન ગિલે સૌથી વધુ પ7 રન કર્યાં હતા. તેણે 4પ દડાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યાં હતા. આ સિવાય સુકાની ઇયોન મોર્ગને 2પ દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી 40 અને પૂંછડિયા બેટધર લોકી ફરગ્યૂસને 13 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી ઉપયોગી અણનમ 24 રનનું યોગદાન આપ્યું હતું. કેકેઆરના બાકીના તમામ ટોચના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. નીતિશ રાણા ઝીરોમાં, દિનેશ કાર્તિક ઝીરોમાં, રાહુલ ત્રિપાઠી 7 રને, સુનિલ નારાયણ 6 રને આઉટ થયા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમીએ ફરી એકવાર કાતિલ બોલિંગ કરીને 3પ રનમાં 3 વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડન અને રવિ બિશ્નોઇને 2-2 વિકેટ મળી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer