ઓસ્ટ્રેલિયા માટે ટીમ ઈન્ડિયા જાહેર

નવી દિલ્હી તા. 26 : ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની બીસીસીઆઇએ આજે ત્રણ જુદી જુદી ટીમ જાહેર કરી છે. તેમાં ખાસ વાત એ છે કે વન-ડે અને ટી-20ની ટીમના ઉપસુકાની તરીકે કેએલ રાહુલને પસંદ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં પાછલી બે મેચમાં નબળી ફિટનેસને લીધે ન રમનાર રોહિત શર્મા અને ઝડપી બોલર ઇશાંત શર્મા એક પણ ટીમમાં સામેલ નથી. આ બન્ને ખેલાડી પર બીસીસીઆઇની મેડિકલ ટીમની નજર છે. ફિટ થવા પર બન્નેનો ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સમાવેશ થઇ શકે છે. કેએલ રાહુલની ટેસ્ટ ટીમમાં પણ વાપસી થઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી લિમિટેડ ઓવર્સના અને આઇપીએલના શાનદાર દેખાવનું રાહુલને ઇનામ મળ્યું છે. 18 ખેલાડીની ભારતીય ટેસ્ટ ટીમમાં આરસીબીના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝને પણ તક મળી છે. અત્યાર સુધીના કાર્યક્રમ અનુસાર ભારતના ઓસી પ્રવાસની પહેલી બે વન-ડે 27 અને 29 નવે.ના જ્યારે અંતિમ મેચ પહેલી ડિસેમ્બરે યોજાશે. તા. 4, 6 અને 8 ડિસે.ના ટી-20 મુકાબલો થશે. તામિલનાડુ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પહેલીવાર ભારતીય ટીમમાં સામેલ થયો છે. તે ટી-20 ટીમમાં છે.જયારે હાર્દિક પંડયા ફરી વન-ડે અને ટી-20 ટીમમાં સામેલ થયો છે. તેને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી નથી. મયંક અગ્રવાલ પહેલીવાર ત્રણેય ફોર્મેટની ટીમમાં સામેલ થયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer