ચાંદ્રાણી વાડી વિસ્તારમાં આધેડનો આપઘાત

ગાંધીધામ, તા. 26 : અંજાર તાલુકાના ચાંદ્રાણી વાડી વિસ્તારમાં રહેનારા બાબુ ગાગાભાઈ વાલિયા (ઉ.વ.47) નામના આધેડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. ચાંદ્રાણીમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા બાબુ વાલિયા નામના આધેડે ગઈકાલે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ આધેડે ગઈકાલે વાડી વિસ્તારમાં એક ઝાડમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધાં હતાં. તેમને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ આધેડે અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer