સામખિયાળીમાં ઘરમાં ઘૂસેલો તસ્કર જબ્બે

ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાનાં સામખિયાળીમાં એક મકાનમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને ઘરનાં લોકોએ ઝડપી પાડી તેને પોલીસનાં હવાલે કર્યો હતો. સામખિયાળીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા આ બનાવના ફરિયાદી એવા મેપાભાઈ હીરજી પ્રજાપતિનાં બે દીકરા સુરતથી અહીં આવ્યા હતા. આ બન્ને દિકરાઓ ગઈકાલે પરત સુરત જવાનાં હોવાથી આ પરિવાર રાત્રે જાગી રહ્યો હતો, તેવામાં ઘરની પાછળ બાજુ અવાજ આવતાં આ વૃદ્ધ જોવા ગયા હતા, ત્યાં કાંઈ ન હોવાથી વૃદ્ધ પરત રૂમમાં આવી રહ્યા હતા, ત્યારે ટી.વી.વાળા રૂમમાં કોઈ સંતાતું હોય તેવું જણાયું હતું. દરમ્યાન આ વૃદ્ધે રાડારાડ કરતાં ઘરનાં બધાં ભેગાં થઈ ગયાં હતાં અને સામખિયાળીનાં જ મુકેશ બાબુ લુહાર નામના શખ્સને પકડી પાડયો હતો. ચોરી કરવા તેમનાં ઘરમાં ઘૂસેલા આ શખ્સને પોલીસના હવાલે કરાયો હતો. પોલીસે તેનાં વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધર ાu છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer