જુણામાં પોલીસ ટીમ પર હુમલાનો ફરી વધુ એક આરોપી દબોચાયો

ભુજ, તા. 26 : વિધાનસભાની પેટાચૂંટણીને અનુલક્ષીને નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવાની પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે ચારેક માસ પહેલાં જુણામાં ખાવડા પોલીસ પર હુમલો કરનારા વધુ એક આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દબોચી લીધો છે. પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ચાર માસથી નાસતો-ફરતો આરોપી ઈબ્રાહીમ અલીમામદ સમા (રહે. જુણા)ને ભુજ એરફોર્સ સ્ટેશનના ગેટ પાસેથી ઝડપી લઈ બી-ડિવિઝન પોલીસને સોંપી ખાવડા પોલીસ સ્ટેશને જાણ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ જુણામાં પોલીસ ટીમ પર હુમલાનો આરોપી ઝડપાયા બાદ ફરી વધુ એક આરોપીને આજે દબોચી લેવાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer