અબડાસા ચૂંટણીના ઉમેદવારોએ કરેલા ખર્ચનું ત્રણ તબક્કામાં નિરીક્ષણ

ભુજ, તા. 26 : કચ્છ જિલ્લામાં 1-અબડાસા વિધાનસભા પેટાચૂંટણી-2020 અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી લડતા ઉમેદવારોએ ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ રૂા. 30.80 લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો છે. આ ખર્ચ અંગે નિર્ધારિત કરેલી તારીખોએ ઉમેદવારોએ પોતે રૂબરૂમાં અથવા તેના ચૂંટણી એજન્ટ મારફતે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સમક્ષ તપાસણી માટે રજિસ્ટર રજૂ કરવાં પડશે. જિલ્લા ચૂંટણી અધિકારીની ચાદી અનુસાર ચૂંટણી ખર્ચના રજિસ્ટર તથા ખર્ચ?સંબંધી આનુષાંગિક વાઉચરો/દસ્તાવેજો સાથે ખર્ચ નિરીક્ષક પાસે ચકાસણી કરાવી લેવાના રહે છે. આવા કુલ ત્રણ નિરીક્ષણો મતદાન પહેલાં કરવાના છે. જે પૈકીના પ્રથમ નિરીક્ષણ તા. 23/10ના કરાયું છે. બીજું તા. 28/10ના તેમજ ત્રીજું નિરીક્ષણ તા. 01/11ના સવારે 11 કલાકે ચૂંટણી અધિકારી,?1-અબડાસા વિધાનસભા મતવિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસા?(નલિયા)ની કચેરી ખાતે રાખવામાં આવ્યું છે. દરેક નિરીક્ષણ પછી ઉમેદવારો દૈનિક હિસાબના રજિસ્ટર ઉતારા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer