માંડવીમાં બેન્ક પાર્કિંગમાંથી એક્સેસ ટુ વ્હીલરની ઉઠાંતરી

ભુજ, તા. 26 : માંડવીની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના પાર્કિંગમાં 23/10ના પાર્ક કરાયેલી એક્સેસ ટુ વ્હીલરની ઉઠાંતરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત તા. 23/10ના સવારે 10.30 વાગ્યે નરેશભાઈ શિવજી ભુડિયાએ તેમની સફેદ રંગની એક્સેસ ટુ વ્હીલર  નં. જી.જે. 12-ડીડી 8956 કિં. રૂા. 30,000વાળી માંડવીના નવા સ્વામિનારાયણ મંદિર પાસેના સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના પાર્કિંગમાં પાર્ક કરી બેન્ક લોન અંગે પૂછપરછ કરવા ગયા હતા અને પરત ફરતાં કોઈ હરામખોરો ટુ વ્હીલર ચોરી કરી ગયાની માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer