દેવપર (ગઢ)માં દશેરાના રાવણના પૂતળાનું દહન થતાં ફોજદારી

ભુજ, તા. 26 : ગઈકાલે દશેરાને અનુલક્ષીને માંડવી તાલુકાના દેવપર (ગઢ) ખાતે રાવણના પૂતળાનું દહન થતાં કોવિડ-19ના જાહેરનામાના ભંગ બદલ છ શખ્સ વિરુદ્ધ નામજોગ તથા અન્ય દશથી   પંદર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. ગઢશીશા પોલીસ મથકે આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદ મુજબ ગઈકાલે દશેરાના દેવપુર (ગઢ) ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રાવણના પૂતળાનું દહન કરી કોવિડ-19ના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી નરેશ જેઠાલાલ ભોઈયા, શંકર લધારામ દનીચા, પ્રેમજી માવજી માતંગ, કેશવજી જેઠા દનીચા, નીતિન હરજી જેપાર, રમેશ નરશી રોશિયા તથા અજાણ્યા દશથી પંદર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer