સામખિયાળીમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 26 : સામખિયાળી નજીક જુગાર રમતા 6 શકુની શિષ્યોને પોલીસે પાંજરે પુર્યા હતા.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે પોલીસે ઈ.ટી. કંપની નજીક મોડી સાંજના અરસામાં દરોડો પાડયો હતો.   આરોપીઓ  દીપક વિનાયક જોષી, પ્રમોદકુમાર મહેશકુમાર માજી,  તુલશીરામ રામાઅવતાર ગુપ્તા,    સંતોષકુમાર રાકેશકુમાર પ્રજાપતિ અને ગોલાકુમાર ગેલનકુમાર ભારથીને પોલીસે જુગાર રમતા ઝડપી પાડયા હતા. પડમાંથી રોકડા રૂા. 22,800, રૂા. 9,500 કિંમતના 6 નંગ મોબાઈલ ફોન સહિતનો મુદ્માલ કબ્જે કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer