ગુંદાલા વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં કિંમતી ઉપકરણોને નુક્સાની

ગુંદાલા,(તા. મુંદરા) તા. 26 : અહીં સોમવારે બપોરે અરિહંતનગર (સોઢાવાસ)માં વીજ ટ્રાન્સફોર્મમાં ધડાકો થતાં ભય ફેલાયો હતો.આ ધડાકાના કારણે આજુબાજુના ઘરોમાં પંખા, ફ્રીઝ, કોમ્પ્યુટર જેવા વીજ ઉપકરણો અમુક બળી ગયા છે જ્યારે અમુક ઉપકરણોમાં નુકસાન થયું છે. આ બાબતે સામાજિક કાર્યકર શિવજીભાઈ સોંધરાએ વીજ તંત્રને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક ટ્રાન્સફોર્મર બદલવાની માગણી કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer