કોરોનાના શહેરી વિસ્તારમાં નવતો ગ્રામ્યમાં પાંચ નવા કેસ નોંધાયા

ભુજ, તા. 26 : કોરોનાના કેસ રવિવાર કરતાં પણ સોમવારે ઘટતાં મહામારીમાં રાહતનો અહેસાસ અનુભવાયો હતો. આજે શહેરી વિસ્તારમાં નવ નવા કેસ નોંધાયા તે પૈકી ભુજના છ, ગાંધીધામમાં બે અને અંજારમાં એક કેસ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ભુજ, અંજાર, અબડાસા, માંડવી અને નખત્રાણામાં એક-એક કેસ નોંધાયા છે. સ્વસ્થ થનારાની સંખ્યા પણ ગઇકાલના પ્રમાણમાં ઘટી 18 થઇ છે. હોસ્પિટલમાં ખાલી પડેલી પથારીની સંખ્યા અંગેની જિલ્લા તંત્ર દ્વારા અપાયેલી વિગતો મુજબ રવિવારે 876 સામે સોમવારે વધુ 24 ખાલી થતાં 900 ઉપલબ્ધ છે. મોતનો આંકડો પણ 70 ઉપર થંભી ગયો છે જે હાશકારારૂપ ખરો. એક્ટીવ પોઝિટિવ 253 કેસ સામે કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ 2694 થયા છે, તો સ્વસ્થ થનારાનો આંક 2317 થયો છે. આમ રિકવરી રેટ 86 ટકા રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer