ગાંધીધામ-આદિપુરમાં પોલીસે એક લાખનો શરાબ ઝડપ્યો

ગાંધીધામ, તા. 26 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેના બે જુદા જુદા દરોડા પાડી રૂા.1,04,420નો અંગ્રજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન એક શખ્સ પોલીસના હાથમાં આવ્યો હતો, જ્યારે ત્રણ બુટલેગરો પોલીસની પકડમાં આવ્યા નહોતા.શહેરના જુની સુંદરપુરી વિસ્તારના કસ્તુરી ચોકમાં આવેલા એક મકાનમાં પોલીસે સચોટ બાતમીના આધારે છાપો માર્યો હતો, પરંતુ અહીં મકાનનો કબ્જો ધરાવનારો અને દારૂ રાખનારો અશોક રાયશી માતંગ પોલીસ આવતી હોવાની ગંધ આવી જતાં તે રફુચક્કર થઈ ગયો હતો. તેનાં કબ્જાનાં મકાનનો દરવાજો અર્ધ ખુલેલો હતો. તેમાં પોલીસ ઘુસી હતી અને આ ઘરમાંથી મેક્ડોવેલ્સ નંબર 1, રોયલ ચેલેન્જ તથા જરવીસ રિઝર્વ એમ 198 બોટલ કિંમત રૂા. 73,380નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો, પણ આ શખ્સ પોલીસના હાથમાંથી સાબુના ગોટાની જેમ સરકી ગયો હતો.બીજો દરોડો આદિપુર પોલીસે પાડયો હતો. એલ.સી.બી.એ શર્મા રિસોર્ટ બંગલા વિસ્તારમાંથી દારૂ પકડી પાડયા બાદ સ્થાનિક પોલીસ દારૂ શોધવા ઉંધાં માથે થઈ હતી.આદિપુરના જી.આઈ.ડી.સી. વોર્ડ 1-બી વીર હનુમાન મંદિર ત્રણ રસ્તા પાસે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં કાર નંબર જી.જે.12.ડી.એમ. 8550માંથી સિગ્નેચર રેર એજ, બ્લેન્ડર પ્રાઈડ, જોની વોકર, બેલેન્ટાઈસ ફાઈનેસ્ટ સ્કોચ, ક્રિમપીસ સ્પેશિયલ, કાર્લ્સ બર્ગ એમ 750 એમ. એલ.ની 22 બોટલ, 180 એમ.એલ.નાં 14 કવાર્ટરિયાં અને બીયરનાં 40 ટીન એમ કુલ રૂા.31,040નો શરાબ હસ્તગત કરી  કારચાલક અમિત સુરજભાન મહાલકાની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ આપનારા તરીકે ભચાઉના મશરૂ ભુરા અને રાજસ્થાનના ગૈતમ નામના શખ્સોનું નામ બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા આ શખ્સોને પકડી પડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer