સગીરાની છેડછાડ કરનાર ભુજના કરાટે કોચના જામીન નામંજૂર

ભુજ, તા. 26 : ભુજમાં સગીરાની શારીરિક છેડતીના આરોપીના નિયમિત જામીન અને મેઘપર (તા. ભુજ)માં મારામારી - જાતિ અપમાનિતના આગોતરા જામીન અદાલતે નામંજૂર કર્યા છે. ગત વર્ષે 17/3/19ના દાખલ થયેલી ફરિયાદમાં ફરિયાદીની સગીર દીકરીને વિનોદ પ્રેમજી પટેલે કરાટેની તાલીમના બહાને શારીરિક છેડછાડ કરી હોવાની તથા પવન રામચંદ્ર સરગરાએ ફરિયાદીની દીકરી તથા તેના મિત્રની થયેલી અંગત વાતોના ક્રીનશોટ વાયરલ કરતાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી, જેમાં આરોપી વિનોદ પટેલે નિયમિત જામીન માટે અરજી કરતાં બીજા અધિક સેશન્સ જજ શ્રી ગઢવીએ જામીન નામંજૂર કર્યા હતા. જ્યારે અન્ય એક કેસમાં ફરિયાદીએ મેઘપર ગ્રા.પં. તરફથી આંગણવાડીના બાથરૂમ તથા છતનું સમારકામ 75 હજારમાં રાખ્યું હતું અને 40 હજાર પંચાયતે ચૂકવ્યા હતા અને બાકીના 35 હજાર તા. 9/10/20ના લેવા જતાં આરોપીઓ મૂળજી કલ્યાણ હાલાઇ, હરજી માવજી હાલાઇ, નારાણ રત્ના હાલાઇ તથા ગોવિંદ લખમણ હાલાઇએ ફરિયાદીને માર મારી જાતિ અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કામે ચારેય આરોપીઓએ પાંચમા અધિક સેશન્સ જજ શ્રી નામોરીની કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતાં બધાના જ આગોતરા નામંજૂર થયા હતા.બંને કેસમાં સરકારી વકીલ એચ. વી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer