સુખપર હાઇવે પર અકસ્માત ગ્રસ્ત ગૌવંશને સારવાર અપાઇ

ભુજ, તા. 26 : તાલુકાના સુખપરનો હાઇવે પસાર કરતાં નાનકડા ગૌવંશને નશાયુક્ત ભારે વાહનના ચાલકે અકસ્માત કરતાં તેના ત્રણ પગ અને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અન્ય વાહનચાલકે પોલીસને અને ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિનો હેલ્પલાઇન પર સંપર્ક કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છકડામાં પશુ ચિકિત્સાલય કરુણાધામમાં સારવાર અપાવી હતી. રાત્રે બેફામ દોડતા વાહનો સામે જિલ્લા સમાહર્તાએ જાહેરનામું બહાર પાડી કાર્યવાહી કરવાની માંગ ભાવેશ પરમાર, રવિ શેઠ, મનસુખ વરસાણી, લાલજી વરસાણી, દીપક ભટ્ટી, ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિ, ગૌરક્ષા કમાન્ડો ફોર્સ અને સુખપર પ.ક. વિશ્વ હિન્દુ પરિષદે કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer