સામખિયાળીમાં જૂના બસ સ્ટેશન પર બસ ન નીકળી શકે તેવા દબાણો

સામખિયાળી (તા. ભચાઉ), તા. 26 : સામખિયાળી જૂના બસ સ્ટેશન પર હાલમાં ફરી પાછા બસ ન નીકળી શકે તે રીતના દબાણો કરવાનું શરૂ થયું છે. જે કોઇ હિસાબે સાંખી નહીં લેવાય. બસ સ્ટેશન પાસે બસ ઊભી શકે તે માટે મારે સ્વખર્ચે અગાઉ મંડપ બાંધીને ઉપવાસ પર ઉતરવાની તૈયારી કરવી પડી હતી. તે પાછી નિર્માણ ન પામે તે જોવા દબાણકારો, પંચાયત, પોલીસ તંત્ર તથા વહીવટી તંત્રને ધનસુખભાઇ એ. ઠક્કરે ચેતવણી આપી હતી. પંચાયત તથા તંત્ર આ કાર્યવાહી નહીં કરે તો તેનો ખર્ચ દબાણકર્તાઓએ અથવા પંચાયતે ભોગવવાનો રહેશે તેવું ગ્રામ પંચાયતને શ્રી ઠક્કરે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer