રાપર-ભચાઉના ખેડૂતોને ઓનલાઈન અરજીમાં વેઠવી પડતી મુશ્કેલી નિવારો

રાપર, તા. 26 : અહીંના વિધાનસભા મતવિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ જતાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા દરેક ખેડૂતોને થયેલ ભારે નુકસાનને પહોંચી વળવા માટે રાહત પેટે કૃષિ સહાય અંગેની અરજી કરવાનું ચાલુ છે. કૃષિ સહાયના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તા. 16-07-2019 પછીથી પડેલ ખેડૂત ખાતેદાર એન્ટ્રી ધરાવતા ખેડૂતોના ફોર્મની ઓનલાઈન અરજી થતી નથી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ નજીક હોઈ ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. માટે તાત્કાલિક ધોરણે પડી રહેલી આ મુશ્કેલીનો ટૂંકા સમયમાં ઉકેલ લાવવા રાપર વિધાનસભા ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ રાજ્યના મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કૃષિ મંત્રી અને વિપક્ષના નેતાને લેખિત રજૂઆત કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer