અબડાસા મતક્ષેત્રની 277 શાળાએ મતદાન જાગૃતિનો સંકલ્પ લીધો

ભુજ, તા. 26 : અબડાસા વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત નખત્રાણા,લખપત અને અબડાસા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરે પોતાના મતદાર પરિવારજનો અને વડીલોને `હું અચૂક મતદાન કરીશ' એવો સંકલ્પ લેવડાવ્યો હતો. ત્રણેય તાલુકાની 277 શાળાઓના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ તેમાં સામેલ થયા હતા. સમગ્ર મતદાન સંકલ્પ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિ, અબડાસા વિધાનસભા ચૂંટણી અધિકારી શ્રી જેતાવતની આગેવાની હેઠળ જિલ્લા નોડલ અધિકારી એસવીઈઈપી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન અને સંચાલન શિક્ષણાધિકારી કચેરી-ભુજના શિ.નિ. બી.એમ. વાઘેલા અને મ.શિ.નિ. જી. જી. નાકર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કચેરીના એ.ઈ.આઈ. દીપિકાબેન પંડયા, ત્રણેય તાલુકાના ટી.પી.ઈ.ઓ., બી.આર.સી., સી.આર.સી. વગેરેનો સહયોગ મળ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer