પ્રદ્યુમનસિંહ જેવો સાચો લોકસેવક મળ્યો છે

પ્રદ્યુમનસિંહ જેવો સાચો લોકસેવક મળ્યો છે
ભુજ, તા. 17 : નખત્રાણા, વાડાપદ્ધર અને ભુજ ખાતે અબડાસા વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, પેટાચૂંટણી ઇન્ચાર્જ શંકરભાઇ?ચૌધરી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઝોન મહામંત્રી કે. સી. પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ બાબતે વિવિધ સ્તરીય બેઠકો યોજાઇ હતી. ત્રણેય બેઠકમાં અબડાસા વિધાનસભા બેઠક અંતર્ગતની તમામ જિલ્લા પંચાયત બેઠકોના ઇન્ચાર્જ, તમામ જિલ્લા પંચાયત બેઠક દીઠના યુવા ભાજપના ત્રણેય સ્તરના ઇન્ચાર્જ, જે તે મંડળના પ્રમુખ-મહામંત્રીઓ સહિતના અપેક્ષિત શ્રેણીના કાર્યકરો સાથે ચૂંટણીની તૈયારીઓનો કયાસ કાઢી આગામી દિવસોમાં કયા પ્રકારની વ્યૂહરચના સાથે આગળ વધવું એ અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું. ભીખુભાઇએ કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આ વખતે સૌએ એક નવા પ્રકારના ચૂંટણીજંગમાં ઉતરવાનું છે. કોરોના ખતરાને ધ્યાનમાં રાખીને ઘણી પ્રકારની મર્યાદાઓમાં રહીને પરંપરાગત કરતાં બિલકુલ અલગ રીતે ચૂંટણી પ્રચાર અભિયાન હાથ?ધરવું પડશે. પેટાચૂંટણી ઇન્ચાર્જ શ્રી ચૌધરીએ ઉપસ્થિત સૌ અપેક્ષિત શ્રેણીના કાર્યકરોને છેલ્લા દિવસોમાં કઇ ગતિ અને દિશાથી બૂથ લેવલની કામગીરી કરી શકાય એ બાબતે માર્ગદર્શન પૂરું પાડયું હતું. મહામંત્રી શ્રી પટેલે સૌ કાર્યકરોને પક્ષે સોંપેલી જવાબદારીઓનો અભ્યાસ કરી તેમના દ્વારા સંપન્ન થયેલી કામગીરીનું નિરીક્ષણ અને નિયમન કર્યું હતું. શિક્ષણમંત્રી શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, અબડાસા સહિત સમગ્ર કચ્છના સદભાગ્ય છે કે પ્રદ્યુમનસિંહ જાડેજા જેવો સાચો લોકસેવક અબડાસાની જનતાને મળ્યો છે. આ ભેખધારીને ફરીથી એક વખત અબડાસાની જનતા વિધાનસભામાં મૂકશે એ નિ:સંદેહ બાબત છે. કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રીઓ અનિરુદ્ધ દવે, વલમજી હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, ઇન્ચાર્જ જયસુખભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, યુવા મોરચા પ્રમુખ રાહુલભાઇ ગોર, પ્રદેશ યુવા મોરચાના દર્શકભાઇ ઠાકર સહિતના અપેક્ષિત કાર્યકરો હાજર હોવાનું ભાજપ મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer