અબડાસામાં વિકાસની ખૂટતી કડી પૂરી કરાશે

અબડાસામાં વિકાસની ખૂટતી કડી પૂરી કરાશે
નખત્રાણા, તા. 17 : પશ્ચિમ કચ્છના ત્રણેય તાલુકા નખત્રાણા-અબડાસા-લખપતને સમાવતી અબડાસા-1 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ નામાંકન ભર્યા બાદ આ બેઠક પર તેમનો ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. અબડાસા મતવિસ્તારના મોથાળા, કનકપર, નુંધાતળ, હાજાપર, ખીરસરા, વિંઝાણ, આમરવાંઢ, શીરૂવાંઢ, વરાડિયા, કોઠારા, સાંયરા, ભાનાડા, વાડાપદ્ધર, વાંકુ, સિંધોડી, પરજાઉ ગ્રામ્ય વિસ્તારનો ડોર ટુ ડોર બેઠકો, સભા કરી ચૂંટણી પ્રવાસ સાથે લોકસંપર્ક કર્યા હતા. ત્રણેય તાલુકાના સર્વાંગી વિકાસ સાથે છેવાડાના માનવીઓ સુધી વિકાસ પહોંચે, ખૂટતી કડી સાથે વિકાસકાર્યો થાય તે માટે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી સરકારમાં ભાગીદાર થયા અને અબડાસાના વિકાસ મંત્ર સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભામાં તેમને પરત મોકલવાની સાથે ભાજપ તરફી મતદાન કરવા તેમનો વિજય નિશ્ચિત છે તેવો વિશ્વાસ આપ્યો હતો. પ્રવાસ દરમ્યાન પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ તેની ટીમ સહિત ભાવનાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ?મહેશ્વરી, વિક્રમસિંહ જાડેજા, મહેશોજી સોઢા, રાણશી ગઢવી, મૂળરાજભાઇ?ગઢવી, કાનજી ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ કોલી, રામજીભાઇ?કોલી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો જોડાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer