ગુજરાતમાં રિકવરીરેટ વધીને 88.52 ટકા

અમદાવાદ, તા. 17 (પ્રતિનિધિ દ્વારા) : ગુજરાતમાં શનિવારે સતત સાતમા દિવસે 1200થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1161 નવા કેસ સાથે કુલ કોરોના સંક્રમિતોની સખ્યા 1,58,635  થઇ ગઇ છે. વીતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં 9 કોરોના દર્દીના મૃત્યુ નિપજતાં કોરોનાથી કુલ મૃત્યુ આંક ગુજરાતમાં 3629 થયો છે. બીજી બાજુ વધુ 1270 કોરોના દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોના સાજા થયેલા દર્દીનો આંક 1.40 લાખ વટાવીને 1,40,419 થયો છે. આમાં ગુજરાતમાં સાજા થનાર દર્દીની ટકાવારી 88.52 ટકા થઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer