રૂસની રસીનું ભારતમાં થશે પરીક્ષણ

નવી દિલ્હી, તા.17 : ભારતે રશિયાની કોરોના રસી `સ્પુતનિક-ફાઈવ'ના દેશમાં મોટા પાયે અભ્યાસ માટે ટ્રાયલની મંજૂરી આપી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)એ ડો. રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડના દેશમાં રૂસી રસીની અસર જાણવા મોટા પાયે ટ્રાયલના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રુસ નાના પાયે પરીક્ષણો બાદ રસીકરણને મંજૂરી આપી રહ્યું છે જે સ્પુતનિક-ફાઈવની સુરક્ષા પર ચિંતાનું કારણ છે. આ જ કારણ હતું કે ડો. રેડ્ડીને ભારતમાં તુલનાત્મકરૂપમાં મોટી વસ્તી વચ્ચે તેનું પરીક્ષણ કરવાની અનુમતિ આપવામાં આવતી ન હતી.ડો. રેડ્ડીઝ અને રૂસી ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફન્ડ (આરડીઆઈએફ) દ્વારા જારી એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ એક બહુકેન્દ્ર અને નિયંત્રિત અધ્યયન હશે જેમાં સુરક્ષા અને પ્રતિરક્ષાત્મક અધ્યયન સામેલ હશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer