અબડાસાનાં ઘેટાં-બકરાઓમાં એકાએક ફેલાયો રોગચાળો

નલિયા, તા. 17 : અબડાસાના ગરડા વિસ્તારના અંતરિયાળ ગામોના ઘેટા-બકરામાં લાંબા સમયથી રોગચાળો ફેલાયો છે.વેટરનરી તબીબ દ્વારા ઘેટા-બકરાને સારવાર તો અપાય છે પણ કોઇ સારવાર કારગત નીવડતી નથી. છેલ્લા આઠ-દશ દિવસ દરમ્યાન આઠેક ગામોમાં 200થી વધુ ઘેટા-બકરા મરણ પામ્યા છે અને મૃત્યુની તીવ્રતા વધી રહી છે. આ અંગે નાની બેરના હારૂનભાઇ હાલેપોત્રાના જણાવ્યાનુસાર વરસાદ પૂર્વે શરૂ?થયેલો રોગચાળો આજપર્યંત ચાલુ છે. તાલુકાના મોટી ચરોપડી, કરમટા, ઉકીર, વાયોર, નાની-મોટી બેર, થુમડી, ગોલાય સહિતના ગામડાઓમાં ઘેટા-બકરામાં ફેલાયેલા રોગચાળાએ હવે ગંભીર રૂપ?ધારણ કર્યું છે. આ પશુ ઊભું હોય ત્યારે ડોકું નમાવી દે છે, ત્યારબાદ બેસી જાય છે, ખાવાનું છોડી દે છે, તે પછી ત્રીજા દિવસે આ પશુ મૃત્યુ પામે છે. તેની સારવાર સફળ થતી નથી જેથી તેનું લેબોરેટરી પૃથકકરણ કરી સારવાર અપાય અથવા તો અન્ય જિલ્લામાંથી ટીમ બોલાવી સ્થાનિકે સારવાર કરાય તેવી માગણી ઉઠવા પામી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer