ભુજ-ભચાઉમાં 6 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 17 : જિલ્લામાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના માનકૂવા ગામે જૂનાવાસમાં કિચન કિંગવાળી શેરીમાં આવેલ વિનોદ પરબત ભુડિયાના ઘરથી ધનજી હરજી વરસાણીના ઘર સુધી, આઈયાનગરમાં ભવાની ટેલરની સામે આવેલ ફ્લેટ નં. 1 (રોનિકાબેન રાજનભાઈ ચૌહાણ)નું ઘર તેમજ નીચે આવેલ નવીનભાઈ છેડાનું ઘર, એરપોર્ટ રોડ પર ક્રિષ્ના રેસિડેન્સીમાં આવેલ ઘર નં. 2 (નિધિ અનિલ સુદ)નું ઘર, આઈયાનગરમાં આવેલ ઘર નં. 243/બી (અપૂર્વ રમેશચંદ્ર ભટ્ટ)નું ઘર, માધાપર ગામે વર્ધમાનનગરમાં આવેલ ઘર નં. એસબી/44 (હેમંતભાઈ ભવાનભાઈ)ના ઘરથી અરવિંદકુમાર નોખારિયાના ઘર સુધી માઈક્રો કન્ટેઈનમેન્ટ?ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં ગેલન્ટ મેટલ કંપની સ્ટાફ કોલોની વિસ્તારમાં કુમારસ્વામી પરમેશ્વર ટી.પી.ના ઘરથી પ્રશાંત શ્યામસુંદર જલાનના ઘર સુધીને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઈ મુજબ શિક્ષાપાત્ર કરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer