લગ્ન કરવાના દબાણ સાથે યુવતીને પરેશાનીની ફોજદારી

ભુજ, તા. 17 : અગાઉની મિત્રતા અને પરિચય અન્વયે પોતાના લગ્ન અન્ય સાથે થઇ જવા છતાં લગ્ન કરવાના દબાણ સાથે તાલુકાના મિરજાપર ગામની યુવતીને કનડગત સાથે પરેશાની કરાયાની ફોજદારી ફરિયાદ લખાવાઇ છે. ભોગ બનનાર યુવતીએ આ પ્રકરણમાં ભુજમાં કેમ્પ વિસ્તારમાં રહેતા શાહિલ અસલમ માંજોઠી સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. બી. ડિવિઝન પોલીસે આ ફરિયાદ એટ્રોસીટી સહિતની કલમો તળે દાખલ કર્યા બાદ કેસની તપાસ એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષકને અપાઇ છે.  ફરિયાદમાં લખાવાયા મુજબ અગાઉ ભોગ બનનાર સાથે આરોપીની મિત્રતા-પરિચય હતો. આ દરમ્યાન આરોપીના લગ્ન અન્ય જગ્યાએ થઇ ગયા હતા. આમ છતાં પોતાની સાથે લગ્ન કરવા માટે તહોમતદારે આ કનડગત કર્યાનું લખાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer