રોટરી વોલસિટીએ નવરાત્રિ નથી છતાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરી

રોટરી વોલસિટીએ નવરાત્રિ નથી છતાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરી
ભુજ, તા. 16 : કચ્છને થેલેસેમિયામુક્ત કરવાની નેમ સાથે કાર્ય કરતી રોટરી ક્લબ ઓફ?ભુજ વોલસિટી માટે નવરાત્રિ એ ન માત્ર મોટા સ્તરનો ડ્રીમ પ્રોજેક્ટ હોય છે, પરંતુ આ ઉત્સવમાંથી થતો નફો માત્ર થેલેસેમિયા કે આરોગ્ય સેવા સંદર્ભે જ ખર્ચ કરવામાં આવે છે. આ વરસે કોરોનાની જે પરિસ્થિતિ સર્જાઇ છે તેમાં નવરાત્રિ ઉત્સવ ઊજવવો શક્ય નથી પરંતુ જેવી સંસ્થાના ચેરિટેબલ ટ્રસ્ટને જાણ થઇ કે થેલેસેમિયા માટે સહયોગની જરૂર છે તો તે તરત જ આગળ આવ્યું અને ગાંધીધામની બાળાના ઓપરેશનમાં દરેક રીતે સહભાગી બન્યું. વધુ વિગત જણાવતાં ક્લબના પ્રમુખ?દત્તુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આમ તો ક્લબનો દરેક સભ્ય થેલેસેમિયા માટે કાર્ય કરવા કટિબદ્ધ છે પરંતુ ક્લબના પ્રિતેશ ઠક્કર અને ધવલ રાવલે આ વિશે વિશેષ?જવાબદારી નિભાવી છે. ગાંધીધામમાં ટુ-વ્હીલર રિપેરિંગનો વ્યવસાય કરતા દેવજીભાઇ મહેશ્વરીના પરિવારની દીકરીને લાંબા સમયથી થેલેસેમિયાની તકલીફ હતી અને એ માટે જરૂર પડે તેઓ ગેઇમ્સ હોસ્પિટલમાં આવેલ રોટરી વોલસિટી સંચાલિત સેન્ટરમાં સારવાર અર્થે આવતા જેને લીધે તેઓ સંસ્થાની કામગીરીથી સારી રીતે વાકેફ હતા અને જ્યારે તબીબી નિદાનમાં આ દીકરી માટે થેલેસેમિયાથી મુક્તિ મેળવવા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવારના સભ્યનું જ મેચિંગ મળી ગયું, તો ઓપરેશન સંદર્ભે જરૂરી માર્ગદર્શન માટે પ્રિતેશ?ઠક્કરના સંપર્કમાં રહ્યા હતા. તેમના દ્વારા ટ્રસ્ટના ચેરમેન ભદ્રેશ મહેતા અને મેડિકલ કન્વીનર ચિરાગ શાહને આ પરિવારને આર્થિક મદદ વિશે જણાવતાં ટ્રસ્ટના સભ્યોએ તરત જ આગળ આવી બરોડાની જે હોસ્પિટલમાં ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું તે હોસ્પિટલને ઓપરેશન માટે રૂા. બે લાખ આપવામાં આવ્યા હતા. ક્લબના મંત્રી રાજન મહેતાએ જણાવ્યું હતું કે, ઓપરેશન પૂર્વે કોવિડનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો, તે સાથે તેણે કચ્છની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો જેના સહકારથી સંસ્થા આ કાર્ય કરે છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer