માતાના મઢમાં યોજાયેલા કેમ્પમાં દસ લોકો કોરોના પોઝિટિવ જણાયા

માતાના મઢમાં યોજાયેલા કેમ્પમાં દસ લોકો કોરોના પોઝિટિવ જણાયા
માતાના મઢ, તા. 30 : માતાના મઢ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં મા. મઢના વેપારી સહિતના 224 ગ્રામલોકોએ પોતાનાં સેમ્પલ આપી ટેસ્ટ કરાવ્યા જેમાં 10 જેટલા લોકોને કોરોના પોઝિટિવ (શંકાસ્પદ) આવતાં તેમને પોતાના ઘરમાં હોમ આઇસોલેશન પર રાખવામાં આવ્યા છે. બાકીનાઓને હેલ્થ કાર્ડ અપાયા હતા. તાલુકા આરોગ્ય અધિકારી રોહિત ભીલે જણાવ્યું હતું.આ યાત્રાધામમાં આજે દસ કેસ પોઝિટિવની સાથે કુલ આંક 17 થયો છે, તે ચિંતાનો વિષય છે. આ પોઝિટિવ કેસોમાં વેપારી તેમજ મઢની દુકાનોમાં કામ કરતા કામદારો પણ આવ્યા છે. છેલ્લા આઠ દિવસમાં આ યાત્રાધામમાં આઠથી દસ હજાર લોકો અહીં દર્શન કરવા આવી ગયા છે, જેમાં કેટલા યાત્રિકો આ દુકાનદારોના સંપર્કમાં આવ્યા હશે તેનો આંક મેળવવો મુશ્કેલ છે, તે ચિંતાનો વિષય છે.આ કેમ્પમાં મા.મઢ પી.એચ.સી.ના ડો. જાનકીબેન વ્યાસ, ડો. નીતાબેન ચૂડાસમા, સરીનાબેન બોબડે, આરતીબેન ગેંડલિયા તેમજ પી.એચ.સી. સ્ટાફએ સેવા બજાવી હતી. મા.મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ઉપસરપંચ કાનજી ગોરડિયા, તલાટી મંત્રી અશ્વિન સોલંકી, પ્રવીણસિંહ સોઢા સહિતનો સહયોગ સાંપડયો હતો. 224માંથી 10 પોઝિટિવ, બાકીના 214 ને આરોગ્ય હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer