રાપર ધારાશાસ્ત્રી હત્યાની ઘટનાને વધુ કેટલીક સંસ્થાએ વખોડી કાઢી

રાપર ધારાશાસ્ત્રી હત્યાની ઘટનાને વધુ કેટલીક સંસ્થાએ વખોડી કાઢી
ગાંધીધામ,તા.30: રાપરમાં ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની સરાજાહેર ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાના બનાવને વિવિધ સંગઠનોએ વખોડી ગુનેગારને કડક સજાની માંગ સાથે સંબંધિતો સમક્ષ રજૂઆત કરી હતી. ગાંધીધામના સંત ત્રિકમ સાહેબ સેવા સંઘના પ્રમુખ ભરતભાઈ વેલજીભાઈ સોલંકીને આ પ્રકરણમાં સામેલ ગુનેગારોને કડક સજા આપવા, સમાજ માટે લડતા કાર્યકરો અને લડવૈયાને રક્ષણ આપવા સહિતની માંગ કરી હતી.કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગના વાઈસ ચેરમેન અશોક મહેશ્વરીએ અનુસૂચિત જાતિ પર થતા અત્યાચાર ઘટાડવા સાથે દેવજીભાઈની હત્યાના આરોપીઓને કડક સજા આપવામાં આવે તેવી સત્વરે કાર્યવાહી કરવા રાજયના રાજયપાલ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ગાંધીધામ   મામૈ ભાવના મહેશ્વરી  મંડળ રોટરી નગરના  બલિયા રતનશી ફકીરાએ પણ રાપરના ચકચારી હત્યાના બનાવને વખોડી આ મામલાના આરોપી વિરુધ્ધ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer