ટોપણસર તળાવ પાસે મ્યુઝિયમ બનશે

ટોપણસર તળાવ પાસે મ્યુઝિયમ બનશે
માંડવી, તા. 30 : માંડવી નગર સેવા સદનની ખાસ સામાન્યસભા હરિરામ નથુભાઇ કોઠારી સભાગૃહમાં મળી હતી. જેમાં ચોમાસા દરમ્યાન શહેરના આંતરિક રસ્તાઓનું ધોવાણ થતાં વિવિધ રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટથી મરંમત કરવા તદુપરાંત વિવિધ વિસ્તારોમાં પીવાનાં પાણીની લાઇન નાખવાનાં કામોને બહાલી આપવામાં આવી હતી. પ્રમુખસ્થાનેથી અધ્યક્ષ મેહુલ એ. શાહે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોનું સ્વાગત કર્યું હતું. ગુજ. મ્યુ. ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર દ્વારા માંડવી નગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના હેઠળ વર્ષ 2020-21 માટે રૂા. 300 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જે અન્વયે ટોપણસર તળાવ પાસે મ્યુઝિયમ બનાવવા તથા ટોપણસર તળાવ તેમજ મંગલેશ્વર તળાવની વરસાદી આવની કેનાલ બનાવવા નિર્ણય લેવાયો હતો. વિવિધ ગ્રાન્ટો અન્વયે બચત રકમમાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસનાં કામો જેવા કે,  પાણીની લાઇનો તેમજ સેનિટેશન વિભાગ માટે વાહન સાધનો જેવા કે, લોડર તેમજ ટ્રેક્ટર ખરીદી અને જુદા જુદા વિસ્તારોમાં ગટરલાઇન રિપેરિંગના કામો માટે રિવાઇઝ ઠરાવથી બહાલી આપવામાં આવી હતી. તદુપરાંત સેનિટેશન વિભાગ માટે હોલડેન ડીઝલ બીએસ-4 અને 6 હોપર ટીપર ડમ્પર વીથ કેપીસીટી 10 ક્યુબિક મીટર હાઇડ્રોલિક ડમ્પરની અંદાજિત રકમ રૂા. 29 લાખ તથા જેસીબી મશીન થ્રીડીએક્સ જેની અંદાજિત રકમ કિંમત રૂા. 30.50 લાખ એમ કુલ અંદાજિત રકમ રૂા. 59.50ની સુધારેલી બહાલી આપવામાં આવી હતી. ઉપાધ્યક્ષા ગીતાબેન ગોર, કારોબારી ચેરમેન દિનેશ હીરાણી, ખુશાલ જોષી, નરેન સોની, જિજ્ઞેશ કષ્ટા, હેમાંગ કાનાણી, પ્રેમજી કેરાઇ, રમેશ ફોફીંડી, અમરશી કોલી, પારસ સંઘવી, સુજાતાબેન ભાયાણી, રેખાબેન દવે, વૈશાલીબેન જુવડ, લક્ષ્મીબેન દાતણિયા, પુષ્પાબેન મોતીવરસ, વિરોધ પક્ષના ઉપનેતા બાલુભાઇ સીજુ, આદમ સિધિક થૈમ, કાંતિભાઇ પટેલ, વિજયસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. હેડકલાર્ક કાનજી શિરોખાએ વ્યવસ્થા સંભાળી હતી. રમેશ ઝાલા, વ્રજેશ પારિયા, મેહુલ ભટ્ટ, જીતેશ, મહેશ જોષી સહયોગી રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer