પૂંચ સરહદે બલિદાન આપનારા માણશી ગઢવીને ઝરપરાની વીરાંજલિ

પૂંચ સરહદે બલિદાન આપનારા માણશી ગઢવીને ઝરપરાની વીરાંજલિ
ઝરપરા (તા. મુંદરા), તા. 30 : કાશ્મીરની પૂંચ સરહદે બલિદાન આપનારા ઝરપરાના ચારણવીર શહીદ માણશી ગઢવીની 16મી પુણ્યતિથિએ તા. 22/8ના તેમના પૈતૃક ગામ ઝરપરા ખાતે વીરાંજલિ અપાઈ હતી. વીરશહીદ માણશીની પ્રતિમાને જળાભિષેક, હારારોપણ સાથે પુષ્પાંજલિ આપવામાં આવી હતી. ત્યારે વીરગીતો અને સૂત્રોચ્ચાર ગુંજી ઉઠયાં હતાં. ઝરપરા સરપંચ શામરારામ, ચારણી સાહિત્યકાર આશાનંદ ગઢવી, શહીદના પિતાજી રાજદેભાઈ, ભાઈ નારાણભાઈ, ઉપસરપંચ ખીમરાજ કાનિયા સાખરા, હાઈસ્કૂલના આચાર્ય મેઘરાજ ટાપરિયા, સરસ્વતી વિદ્યાલય કુમારશાળા અને કન્યાશાળાના શિક્ષકો, માંગલ ગ્રુપ, પ્રાકૃતિ ફાઉન્ડેશન, ઝરપરા ચારણ સમાજ અને અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ કરાયું હતું. ભાવેશભાઈ શાત્રીએ ધાર્મિકવિધિ કરાવી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer