ધ્રબમાં એક કરોડના ખર્ચે તુર્ક જમાતખાનું બનશે

ધ્રબમાં એક કરોડના ખર્ચે તુર્ક જમાતખાનું બનશે
મુંદરા, તા.30 : તાલુકાના ધ્રબ ગામે રૂા. એક કરોડના ખર્ચે તુર્ક જમાતખાનું બનાવવામાં આવશે. ધ્રબ ગ્રા.પં. તરફથી આ જમાતખાનાની પાયાવિધિ કરવામાં આવી હતી. પાયાવિધિ ગ્રા.પં.ના ઉપસરપંચ અસલમ મામદભાઇ તુર્કના હસ્તે તેમના જન્મદિવસ નિમિત્તે કરાઇ હતી. આ પ્રસંગે તુર્ક જમાતના સેક્રેટરી હુસેનભાઇ ભેગાણીએ ગ્રામ પંચાયતનો આભાર માન્યો હતો. સાથેસાથે છેલ્લા 20 વર્ષથી ગ્રા.પં. દ્વારા અવિરતપણે વિકાસના કામો થાય છે તે બદલ ખુશી દર્શાવી હતી. પૂર્વ તલાટી અને ખેડૂત અગ્રણી હુસેનભાઇ તલાટીએ પંચાયત અને ગ્રામજનોના સંપને બિરદાવ્યો હતો. ગામમાં ચૂંટણી પછી કોઇપણ જાતની પક્ષાપક્ષી રહેતી રહેતી નથી. સૌ સાથે મળીને વિકાસના કામો કરે છે તે પ્રેરક ગણાવ્યું હતું. તલાટી નીલકંઠ ગોસ્વામીએ આ પ્રસંગે ગામના વિકાસ કાર્યો માટે હંમેશાં તત્પર રહેવાની ખાતરી આપી હતી. છેલ્લા એક દાયકામાં ગામના વિકાસને નવી ઊંચાઇ?પર લઇ જનારા સામાજિક કાર્યોમાં હંમેશાં આગળ રહેતા 108 એવા ઉત્સાહી અસલમભાઇ તુર્કનો વિશેષ?આભાર માનવામાં આવ્યો હતો. સમાજવાડી તથા અન્ય વિકાસના કામોમાં સરકારની કાગળની કાર્યવાહીમાં તેમના તરફથી સહયોગ મળતો રહે છે તેવું વક્તાઓએ જણાવ્યું હતું. ગામના પૂર્વ સરપંચ સુલતાનભાઇ તુર્ક, વર્તમાન તા.પં.ના સદસ્ય મજીદભાઇ હુસેનભાઇ મીઠાણી, એક્ટિવ ફાઇનાન્સના અશરફભાઇ તુર્ક અને ગ્રા.પં.ના તમામ સભ્યોનો સહયોગ મળ્યો છે. તુર્ક મેડિકલ ટ્રસ્ટના રફીકભાઇ તુર્ક, ધ્રબ જમાતના પ્રમુખ લતીફભાઇ તુર્ક, શકુરભાઇ તુર્ક, ગ્રા.પં.ના સરપંચ અદ્રેમાન જુસબ તુર્ક, કેઝ મરિનના ઇશાકભાઇ  તુર્ક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસરપંચ અસલમભાઇએ  જણાવ્યું કે ગ્રામજનોના સહયોગથી  આ કાર્ય શક્ય બન્યું છે. સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, છાયાબેન ગઢવી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીનો આભાર માનવામાં આવ્યો હતો. સંચાલન અશરફ તુર્કે અને આભારવિધિ હુસેનભાઇ મીઠાણીએ કર્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer