`કચ્છમિત્ર''ના સિનિયર કર્મચારીનાં નિધનથી ફેલાયેલો શોક

`કચ્છમિત્ર''ના સિનિયર કર્મચારીનાં નિધનથી ફેલાયેલો શોક
ભુજ, તા. 30 : કચ્છમિત્ર કાર્યાલયના કમ્પોઝ વિભાગના સિનિયર કર્મચારી સંજયભાઇ શાહનું ટૂંકી બીમારીથી આજે અવસાન થતાં આ અખબારી પરિવારમાં શોક ફેલાયો છે. છેલ્લા 37 વર્ષથી ફરજ બજાવતા સંજયભાઇ અત્યંત શાંત અને મિલનસાર સ્વભાવ ધરાવતા હતા. કર્મ પ્રત્યેની નિષ્ઠા થકી તે સ્ટાફમાં ભારે લોકપ્રિય હતા. તેમની કચ્છમિત્રની પૂર્તિ સજાવટ દિવાળી અંકને  નિખારવામાં તેમનો મહત્તમ ફાળો રહેતો હતો.  છેલ્લે પૂર્તિ વિભાગમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં તેઓ બીમાર થઇ જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના પગલે કચ્છમિત્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. આજે સાથી કર્મચારીઓએ તેમને અંજલિ આપીને કામનો પ્રારંભ કર્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer