ભુજના મહિલા દ્વારા અધિક માસની કરવામાં આવતી અનોખી આરાધના

ભુજના મહિલા દ્વારા અધિક માસની કરવામાં આવતી અનોખી આરાધના
ભુજ તા. 30 : પુષ્ટીસંપ્રદાયમાં બાલકૃષ્ણ લાલનની સેવાનું અનેરું મહત્ત્વ છે. જેમ મા પોતાના બાળકને સવારથી રાત્રિ સુધી જે ભાવથી તેના સાથે મમતા-પ્રેમસભર લાગણીથી સમય વ્યતિત કરી તેનામય રહે છે. તેવી જ પ્રેમભક્તિથી ઠાકોરજીની સેવા વૈષ્ણવો કરે છે. અધિકમાસને તો સ્વયં ભગવાનનું નામ મળેલું છે- પુરુષોત્તમ માસ... આ માસ દરમ્યાન વર્ષમાં ઉજવાતા મનોરથો ઉત્સવોની ઠાકોરજીના સાંનિધ્યમાં ઉજવણી કરવામાં આવે છે. ભુજના ભાવનાબેન ઝવેરીને અધિકમાસની વિશિષ્ટ રીતે ભક્તિ કરવાનો વિચાર આવ્યો. તેઓ પોતાના ઘરે ઠાકોરજીની સેવા, મનોરથ, હિંડોળા વગેરે તો કરે જ છે. તેમની પાસે વેસ્ટમાંથી બેસ્ટ  બનાવવાની આગવી કળા છે. લોકડાઉન દરમ્યાન સમયનો સદ્ઉપયોગ તેમણે સર્જન દ્વારા કર્યો. વિવિધ શણગાર, સિંહાસન વગેરે બનાવીને તે રીતે અન્ય વૈષ્ણવોના ઘરે બિરાજમાન ઠાકોરજીને પણ કલાની પ્રસાદી ધરે છે. તેમણે વિવિધ પ્રકારના ત્રીસ (30) સિંહાસન, માલાજી બનાવ્યાં છે. જે અધિકમાસના ત્રીસ દિવસ રોજ એક એક વૈષ્ણવના ઘરે પધરાવી વિવિધ મનોરથની ઝાંખી (ટેમ્બો) જેવા કે હોળીનો, સોનેરી ઘટાનો, મોરપીંછનો, વનરાજીની હરિયાળીનો, યશોદા મા સાથે માખણચોરનો, લાલ-લીલી ઘટાનો બનાવ્યા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer