રક્તદાન માટે હંમેશાં તત્પર રહેવા તળાવ શેરી વેપારીઓની ખાતરી

રક્તદાન માટે હંમેશાં તત્પર રહેવા તળાવ શેરી વેપારીઓની ખાતરી
ભુજ, તા.30 : કોરોનાના કપરાકાળમાં લોહીની ખૂબ જ માંગ વધતાં અહીંની તળાવ શેરીના વેપારી એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં જરૂર પડે રક્તદાન માટે હંમેશાં તત્પર રહેવા એસો. દ્વારા ખાતરી અપાઈ હતી. આ તકે 100થી વધુ વખત રક્તદાન કરનારા શહેરના રક્તદાતાઓનું પણ સન્માન કરાયું હતું. પ્રારંભે સંસ્થાના પ્રમુખ જીગર મણિલાલ શાહે સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે આ વિસ્તારના સીસી રોડ બનાવવા, સીસીટીવી કેમેરા લગાવવા તેમજ ખૂબ જ જરૂરી શૌચાલય બનાવવા સુધરાઈ પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્ય અતિથિ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ તમામ કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડો. આચાર્ય ઉપરાંત નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, સુધરાઈના કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, નગરસેવકો કૌશલ મહેતા, જગત વ્યાસ, ભૌમિક વચ્છરાજાની, અતુલભાઈ ત્રિવેદી, રાજનભાઈ મહેતા વગેરેનું સંસ્થાના હોદ્દેદારો- સભ્યો દ્વારા સન્માન કરાયું હતું. આ તકે જીતેન્દ્રસિંહ ઝાલા, રાજેશ કુબડિયા, રાજુભાઈ શાહ, પ્રશાંત સોની, સંજય મકવાણા, રાહુલ ઝવેરી, દિપેન પરમાર, હિતેષ જોષી, સુનીલ ઠક્કર, વાણિયાવાડ વેપારી એસો.ના કૈલાસ ત્રેવાડિયા, ભદ્રેશ દોશી, પુનિત શાહ, ગુલાબસિંહ જાડેજા, અનમ રિંગ રોડ એસો.ના પ્રમુખ ભાવેશ ઠક્કર, સમીર પારેખ, વગેરે હાજર રહ્યા હતા. સંચાલન સ્નેહલ મહેતાએ કર્યું હતું. સતિશ ઝોટા, મહેન્દ્ર વોરા, નિપુલ મહેતા, અરવિંદ મોરબિયા, કુંજન શાહ, જયેશ ગુંસાઈ, હિરેન કોટક, વિરલ ઠક્કરે જહેમત ઉઠાવી હતી.  રક્તદાન કેમ્પમાં સેવા આપવા બદલ જનરલ હોસ્પિટલના દર્શન રાવલ તથા ટીમનો આભાર માનવામાં આવ્યો હતો તથા એકત્ર રક્ત જનરલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer