ફ્રેંચ ઓપનમાં જોકોવિચ બીજા રાઉન્ડમાં

પેરિસ, તા.30: ક્લે કોર્ટ પર રમાઇ રહેલી વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનમાં ટોપ સિડ નોવાક જોકોવિચે પહેલા રાઉન્ડમાં 80મા નંબરના ખેલાડી માઇકલ યમેર સામે 6-0, 6-3 અને 6-3થી જીત મેળવીને આસાનીથી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યોં હતો. અમેરિકી ઓપનમાં પોતાની ભૂલથી લાઇન જજને દડો મારવાને લીધે જોકોવિચ ડિસકવોલીફાય થયો હતો. આ પછી તે પહેલી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. આ ભૂલને યાદ કરીને તેણે અહીં જીત બાદ વધારાના બોલને ખીસ્સામાંથી કાઢીને રેકેટથી હળવાશ અડાડીને પાછળ ધકેલી દીધો હતો.  બીજી તરફ મહિલા વર્ગમાં ડેનમાર્કની કલારા ટોસને અમેરિકી ઓપનના સેમિ ફાઇનલમાં જગ્યા બનાવનાર 21 વર્ષીય જેનિફર બ્રાડીને 6-4, 3-6 અને 9-7થી રોમાંચક હાર આપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા ઓપન ચેમ્પિયન સોફિયા કેનિને 12પ ક્રમની ખેલાડી લ્યુડમિલા સેમસોનોવાને 6-4, 3-6 અને 6-3થી પરાજીત કરી હતી. બીજા ક્રમની કેરોલિના પ્લિસકોવા પણ બીજા રાઉન્ડમાં પહોંચી છે. પુરુષ વર્ગમાં પાંચમા નંબરના સિતસિપાસ અને 13મા નંબરના આંદ્રે રુબવેલ પહેલા બે સેટ ગુમાવ્યા બાદ સફળ વાપસી કરીને બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer