ધોની નવા રોલમાં: પૌરાણિક વિજ્ઞાન આધારિત વેબ સિરિઝનું નિર્માણ કરશે

મુંબઇ, તા.30: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની એમએસ ધોનીની કંપની ધોની એન્ટરટેનમેન્ટ દ્વારા ગયા વર્ષે એક ડોક્યુમેન્ટ્રીનું પ્રોડકશન થયું હતું અને એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આગમન કર્યું હતું. હવે ધોનીની કંપની એક પૌરાણિક વિજ્ઞાન આધારિત વેબ સિરિઝનું નિર્માણ કરશે. જેને બોલિવૂડના જાણીતા કબીર ખાન ડિરેકટ કરશે. ધોનીની કંપનીએ જે પહેલી ડોક્યૂમેન્ટ્રી પ્રોડયૂસ કરી હતી તેનું નામ ધ રોર ઓફ ધ લાયન હતું. જેમાં આઇપીએલની ફ્રેંચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સની બે વર્ષના પ્રતિબંધ બાદની વાપસી બતાવવામાં  આવી હતી. ધોનીની પ્રોડકશન હાઉસ કંપનની ડિરેકટર તેની પત્ની સાક્ષી છે. તેણીએ કહ્યંy છે કે અમારી આ વેબ સિરિઝ રોમાંચકારી અને સાહસિક કથા છે. જે રહસ્યમય અઘોરીની યાત્રા બતાવશે. આ વેબ સિરિઝની સ્ટાર કાસ્ટ ટૂંક સમયમાં ફાઇનલ કરાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer