રાજસ્થાન સામે કોલકતાના 6/174

દુબઇ તા.30: આઇપીએલના આજના મેચમાં રાજસ્થાન રોયલ્સની ચુસ્ત બોલિંગ-ફિલ્ડીંગ સામે કોલકતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટે 174 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. કોકલતા તરફથી સૌથી વધુ 47 રન શુભમન ગિલે કર્યાં હતા. જયારે મોર્ગને 34 રનની અણનમ ઇનિંગ અને રસેલે ઝડપી 24 રન કર્યાં હતા. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે કાતિલ બોલિંગ કરીને 18 રનમાં 2 વિકેટ લીધી હતી. જીતની હેટ્રિક માટે રાજસ્થાનને 17પ રનનું લક્ષ્યાંક મળ્યું છે. શુભમન ગિલે 34 દડામાં પ ચોકકા અને 1 છકકાથી 47 રન કર્યાં હતા. જો કે સુનિલ નારાયણ 1પ રન કરી ફરી નિષ્ફળ રહ્યો હતો. નિકેશ રાણાએ પણ 22 રનની ટૂંકી ઇનિંગ રમી હતી. કેકેઆરના કપ્તાન દિનેશ કાર્તિક (1)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. ઓલરાઉન્ડર રસેલે ક્રિઝ પર આવતાની સાથે જ ફટકાબાજી કરી હતી. જો કે તે 14 દડામાં 3 છકકાથી 24 રને આઉટ થઇ ગયો હતો. આખરી ઓવરમાં મોર્ગને આક્રમક બેટિંગ કરીને 23 દડામાં અણનમ 34 રનનું યોગદાન આપ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer