લુડિયામાં ચાટિંગના રૂપિયાનો ઝઘડો ફરી વકરતાં સામસામા હત્યાના પ્રયાસ સહિત નવ જણ ઘવાયા

ભુજ, તા. 30 : તાલુકાના પચ્છમ (ખાવડા) વિસ્તારના નાનકડા એવા લુડિયા ગામે છેતરપિંડીના રૂપિયા બાબતે બે જૂથ વચ્ચે ઊભી થયેલી અંટસ અને ઝઘડાએ ફરી એકવાર લોહિયાળ મારામારીનું સ્વરૂપ ધરતાં સામસામે હત્યાના પ્રયાસ સહિતની ઘટનાઓને અંજામ મળ્યો હતો. આ મારામારી બાબતે કુલ 30 આરોપી સામે ખૂનના પ્રયાસ અને મહાવ્યથા સહિતની કલમો તળે સામસામા ગુના દાખલ કરાયા હતા.બહાર આવેલી વિગતો અનુસાર, લુડિયા ગામે ગઇકાલે ઢળતી બપોરે સામસામી મારામારીનો આ ગંભીર કિસ્સો બન્યો હતો. જેમાં એકપક્ષના મારખ હાજીઅઝિઝ નોડે (ઉ.વ.55) અને સામાપક્ષના અદલ કબુલ નોડે (ઉ.વ.35)ને ગંભીર ઇજાઓ થવા સાથે તેમની હત્યાનો પ્રયાસ થયો હતો. તો બન્ને પક્ષના કુલ નવ સભ્ય ઘવાયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ બનાવ બાબતે પ્રૌઢ વયના મારખ નોડેએ કુલ 16 આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ તહોમતદારોમાં લુડિયા ગામના જાફર હાજીસુમાર નોડે, હાજીસુમાર જાફર નોડે, મુસ્તફા ઇસ્માઇલ નોડે, જુણશ હાજીઅલી નોડે, દોશમાદ હાજીભચા નોડે, લતિફ અબ્દુલ્લકરીમ નોડે, મામલ અબ્દુલ્લકરીમ નોડે, ભચલ અબ્દુલ્લસતાર નોડે, આમદ અબ્દુલ્લસતાર નોડે, રધામામદ કયુમ નોડે, લીમા ભીલાલ નોડે, હાજી હાજીભચા નોડે, સાહેબના હાજીભચા નોડે, હાજીહાસમ હાજીસોભા નોડે, શેરખાન અબ્દુલ્લકરીમ નોડે અને મોમન અબ્દુલ્લસતાર નોડેનો સમાવેશ થાય છે. જયારે સામાપક્ષેથી યુવા વયના અદલ નોડે દ્વારા પ્રતિગુનો દાખલ કરાયો છે. જેમાં આરોપી તરીકે લુડિયાના ઓસમાણ સીધીક નોડે, અબ્દુલ્લઅઝિઝ ઉર્ફે મીંયા શકુર નોડે, લોરિયાના સોખાયા ઉર્ફે ઘોઘા સિધિક નોડે, લુડિયાના સલીમ સીધીક નોડે, ધ્રોબાણાના જાની ઇબ્રાહીમ સમા, તૈયબ ઓસમાણ સમા, ભુજના રમજુ શેખડાડા, હનિફ દાઉદ મીંયાણા, લુડિયાના સાલે હાજીઅઝિઝ નોડે, સતાર હાજીઅઝિઝ નોડે, મીરમામદ કાસમ નોડે, અમાનઉલ્લા સલામ નોડે અને લુડિયાના મારખ હાજીઅઝિઝ નોડેના નામ લખાવાયાં છે.પોલીસે ફરિયાદને ટાંકીને આ વિશેની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે લુડિયા ગામના લિયાકતઅલી રસીદઉલ્લા નોડે અને ઓસમાણ સીધીક નોડે વચ્ચે ચીટિંગના રૂપિયા બાબતે ઝઘડો ચાલી રહયો છે. આના કારણે બન્ને જણના સગાંસંબંધી એકમેકના વિરોધી થઇ ગયાં છે. આ અંટસમાં અત્યાર સુધી ત્રણેક હુમલાના બનાવ વિવિધ સ્થળે બની ચૂકયા છે. આ વચ્ચે આ અદાવતમાં ગઇકાલે બપોરે લુડિયામાં આ જૂથ અથડામણ થઇ હતી. જેમાં ધારિયાં, કુહાડી, ધોકા અને લાકડી સહિતના હથિયારોનો પ્રયોગ થયો હતો.આ મારામારીમાં ઘાયલ થનારામાં જેની હત્યાનો પ્રયાસ કરાયો છે, તે અદલ નોડે અને તેના જૂથના  ઇસ્માઇલ હાજીસુમાર નોડેના ખૂનનો પ્રયાસ કરાયો હતો. તો આ પક્ષના જુણશ હાજીઅલી નોડે અને મોમન અબ્દુલ્લસતાર પણ ઘવાયા હતા. જયારે સામાજૂથના મારખ નોડે ઉપરાંત સાલેમામદ હાજીઅઝિઝ નોડે, મીરમામદ કાસમ નોડે, સતાર હાજીઅઝિઝ નોડે, અશરફ સાલેમામદ નોડે જખ્મી થયા હતા. બનાવ બાબતે ખાવડા પોલીસે સામસામા ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer