માંડવી-મુંદરા-ભુજના 20 વિસ્તારમાં પ્રવેશબંધી

ભુજ, તા. 30 : ભુજ તથા તાલુકાના વધુ સાત વિસ્તાર અને માંડવી-મુંદરાના 13 મળી 20 વિસ્તારમાં કોરોનાના કેસ નીકળતાં પ્રવેશબંધી ફરમાવાઇ છે. ભુજ શહેરમાં મિરજાપર હાઈવે પર પરીન પાર્કમાં શ્રીહરિ ઓધવરામ હોસ્પિટલની પાછળ આવેલું અસ્મિતભાઇ ચંદ્રકાન્તભાઇનું ઘર તથા સામે દીપ્તિબેન જાનીના ઘરથી જયંતી વાસાણીના ઘર સુધી કુલ-3 ઘરને તા. 11/10 સુધી. ભારાપર ગામે સંઘાર ફળિયામાં નિઝામ મુસ્તાકઅલી ખોજાનાં ઘરને તા. 11/10 સુધી, કોટડા (ઉગમણા) ગામે નવદુર્ગા સોસાયટીમાં આવેલ મોનિકાબેન સંદિપ ભાવાણીના ઘર સહિત જમણી બાજુ રૂક્ષ્મણીબેન ડાયાલાલ ધોળુના ઘરથી ડાબી બાજુ અરાવિંદ મનજી ભાવાણીના ઘર સુધી કુલ-5 ઘરોને તા. 11/10 સુધી. ભુજમાં 5-વિજયનગરમાં જી.ઈ.બી. સામેની ગલીમાં કાંતિલાલ સ્વરૂપચંદ વોરાનાં ઘરને કુલ-1 ઘરને તા.12/10 સુધી, પ્રમુખસ્વામી નગરમાં ગુણાતીત ચોકમાં ઘર નં.સી- 279 સહિત ઘર નં.279ના ઘરથી ઘર સી-280 સુધી તા. 12/10 સુધી, તળાવ શેરીમાં 6 કોટી સ્થાનકની સામે લવલીવાળી ગલીમાં ભારતીબેન વોરાના ઘરને તા. 12/10 સુધી, છઠ્ઠીબારીમાં કેશવ એપાર્ટમેન્ટમાં ભાવેશભાઇ ખીમજીભાઇ મહેતાના ઘરથી કેતનભાઇ ખીમજી મહેતાના ઘર સુધી તા. 12/10 સુધી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.આ જાહેરનામું ભુજના એસડીએમ મનીષ ગુરવાણી દ્વારા ફરમાવાયું છે.માંડવી તાલુકાના લાયજા ગામના સનાતનનગરને તા.11/10 સુધી, માંડવી શહેરના શિવાજીનગરને તા.11/10 સુધી, માંડવી તાલુકાના લાયજા ગામના નેનગંગા વિસ્તારને તા.11/10 સુધી, માંડવી શહેરની લક્ષ્મી ટોકિઝની બાજુના વિસ્તારને તા.11/10 સુધી, માંડવી તાલુકાના તલવાણા ગામના શકિતનગર વિસ્તારને તા.11/10 સુધી. મુન્દ્રા શહેરના આશાપુરા નગરના કુલ-16 ઘરોને તા.8/10 સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામના જૈન નગરના કુલ-33 ઘરોને તા.7/10 સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની ડાયમંડ સોસાયટીના કુલ-22 ઘરોને તા.5/10 સુધી, મુન્દ્રા શહેરની સમુદ્ર ટાઉનશીપના એ-28, ઘર નં.3 કુલ-24 ઘરોને તા.5/10 સુધી, મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની દરબારી શાળા પાસે કુલ-3 ઘરોને તા.5/10 સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની જૈન નગરના કુલ-20 ઘરોને તા.4/10 સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામના હિંગલાજ નગરના કુલ-22 ઘરોને તા.4/10 સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામના અંબિકાનગરના કુલ-29 ઘરોને તા.4/10 સુધી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે.  આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે.જી. ચૌધરી દ્વારા ફરમાવેલ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer