કચ્છ સહિતના કુલ સાત જિલ્લાના અગરિયાઓને સુવિધા માટે પ્રયાસો ન થયા : કેગ રિપોર્ટ

ભુજ, તા. 30 : કચ્છ સહિતના સાત જિલ્લાના અગરિયાઓને આવશ્યક સુવિધા તેમજ આર્થિક સ્થિતિ સુધારવા માટે કોઇ નક્કર પ્રયાસ ન થયા હોવાનો કેગ (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના હેવાલમાં ઘટસ્ફોટ થયો છે. અંગ્રેજી માધ્યમના હેવાલ મુજબ વિધાનસભામાં છેલ્લા દિવસે મુકાયેલા કેગ રિપોર્ટમાં એવો ધડાકો કરવામાં આવ્યો છે કે, મે-2019ની તપાસ મુજબ ભાવનગરના 17 અને કચ્છના સાત મીઠા એકમોએ `સ્વચ્છતા ભારત મિશન' હેઠળ અગરિયાઓને કોઇ કવરેજ નથી આપ્યું. એવું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે, એકેય મીઠા એકમોએ શ્રમિકોને શૌચાલયની સુવિધા ન આપી. મહિલાઓને મુશ્કેલી પડતી જોવામાં આવી હતી. કચ્છ ઉપરાંત સાત જિલ્લામાં અગરિયાઓને સરકારી તંત્રોના આંતરિક સંકલનના અભાવે કલ્યાણ યોજનાઓથી વંચિત રહેવું પડયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer