કચ્છમાં એક મોત સાથે વધુ 24 દર્દીઓ પોઝિટિવ : કોઇ દર્દી સાજા થઇ ઘેર ન ગયા

ભુજ, તા. 30 : કચ્છમાં કોવિડ-19થી આજે વધુ એક મોત થતાં તંત્રના ચોપડે મોતનો આંકડો 66 થયો છે. તો સરકારી યાદી મુજબ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. ડિસ્ચાર્જ એક પણ દર્દીને કરાયા નથી. જિલ્લાના ભુજ, માંડવી અને મુંદરાના શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોઝિટિવ કેસો વધી રહ્યા છે. આજે જિલ્લા તંત્રની યાદી મુજબ 20 વિસ્તારોમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે. આથી લોકોની ચિંતામાં વધારો થયો છે. કોઇ  દર્દી સ્વસ્થ ન થતાં રજા અપાઇ નથી.રાજ્યમાં સરકારીની યાદી મુજબ કુલ્લ 16,710 એક્ટિવ કેસ છે. જેમાંથી 86 વેન્ટીલેટર પર છે. 3454 દર્દીને મૃત્યુ થયા છે. જ્યારે 1,17,231 દર્દી સ્વસ્થ થઇ ઘેર પરત ફર્યા છે. આજે રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ્લ 11 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer