કોટડા (ઉ.)માં આરોગ્ય ટીમો ઊતરી પણ લોકો જ ન આવ્યા

કોટડા (ચકાર), તા. 30 : ગત દિવસોએ સતત બે દિવસ જી.કે. જનરલ હોસ્પિટલ અને કુકમા પ્રા.આ. કેન્દ્રના સ્ટાફે ત્રણેક હજારની વસતીવાળા આ ગામે કોરોનાની ચકાસણી તપાસ કરતાં તેમન અંદાજે 41 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવતાં તેમને વિવિધ સ્થળે હોમ-આઈસોલેટેડ કરાયા હતા. ફરી ટીમો વધુ કોરોના દર્દીઓઓને શોધવા આવતાં કોઈ ગ્રામજન પોતાની તપાસ કરાવવા આગળ આવ્યા નથી. અહીંના ગામના વિવિધ તંત્રોના અગ્રણીઓ ડો. ખરેટ, સરપંચ શ્રી ભગત, વેપારી મંડળના ભરતભાઈ ઠક્કર, મહાજન મંડળના કહે છે કે કોટડા ઉગમણાની અડોઅડ પાંચેક ગામોના લોકોના પણ ટેસ્ટ કરાવવા જોઈએ. સૂમસામ ગામને  ચેતનવંતુ બનાવવા જિલ્લા આરોગ્ય તંત્ર જે કોરોનાગ્રસ્ત દર્દી જાહેર કર્યા છે  તેમની આર.ટી.પી.સી.આર. તપાસ કરી ખરાઈ કરાય તેવી માંગ  કરી છે.બીજુ આ પંથકમાં અંદાજે બે હજારથી વધુ પરપ્રાંતીય શ્રમિકો દેશના વિવિધ રાજ્યોમાંથી રોજીરોટી કમાવવા આવ્યા છે તેમજ આ પંથકનો બાગાયતી પાક તેમજ અન્ય ખેતપેદાશો લેવા રાજ્ય બહારના રાજ્યોના મોટા પ્રમાણમાં ટ્રક-ટેઈલરોની મોટા પાયે અવર-જવરથી તો આ મહામારી આ ગામે નથી ફેલાઈને તેની પણ તપાસની માંગ કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer