દારૂના કચ્છના ભાગેડુ આરોપીને ઝડપી લેવાયો

ગાંધીધામ, તા. 30 : પૂર્વ અને પશ્ચિમ કચ્છના દારૂના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે પકડી પાડયો હતો. રાપર તાલુકાના કીડિયાનગરમાં રહેનારા રમેશસિંહ ઉર્ફે રમેશ વેલા ઝાલા નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ વિરુદ્ધ એક વર્ષ અગાઉ આડેસર,     સામખિયાળી અને પદ્ધર પોલીસ મથકે દારૂ અંગેના ગુના નોંધાયેલા છે. છેલ્લા એક વર્ષથી તે પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે આડેસર પોલીસે તેને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer