રાપરના ધારાશાત્રી હત્યા કેસમાં આરોપીની સઘન પૂછપરછ જારી

ગાંધીધામ, તા. 30 : રાપરના ધારાશાત્રીની હત્યાના પ્રકરણમાં પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ પોલીસે હાથ ધરી છે પરંતુ હજુ સુધી નોંધપાત્ર કાંઈ બહાર આવ્યું નથી.  મૂળ પશ્ચિમ કચ્છના અને રાપરમાં રહેતા દેવજીભાઈ મહેશ્વરીની હત્યાના પ્રકરણમાં હત્યા કરનારા ભરત રાવલને દબોચી લેવાયા બાદ તેના   તા. 30/10 સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા  હતા. આ વચ્ચે અન્ય 10 આરોપીઓને પણ રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા હતા. હાલમાં  મુખ્ય આરોપી એવા ભરતની  તમામ પ્રકારની પૂછપરછ  પોલીસ કરી રહી છે. પરંતુ નોંધપાત્ર કહી શકાય તેવું કાંઈ ખાસ બહાર આવ્યું નથી, તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રકરણમાં રાઉન્ડઅપ કરાયેલા અને  મુખ્ય આરોપીના  મોબાલઈના કોલની વિગતો પણ એકત્ર કરવામાં આવશે. કોઈએ  કોઈની સાથે સંપર્ક કર્યો છે કે તે સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ પ્રકરણમાં વધુ કાંઈ બહાર આવ્યું છે કે નહીં તે સહિતના પ્રશ્નો માટે પોલીસવડા મયૂર પાટિલ અને  નાયબ પોલીસવડા  વી.આર. પટેલનો સંર્પક કરવા  પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer